All About Breaking News: 2015

Thursday, 10 December 2015

પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ!

પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ!
----------------------------------------------
ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ
----------------------------------------------
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા,
આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સમગવા નથી દેતા.
-રઇશ મનીયાર
----------------------------------------------
 
દરેક વ્યક્તિને કોઈક ઉપર લાગણી હોવાની જ. દરેક માટે કોઈ વ્યક્તિ ખાસ હોવાની જ. આપણને જેના ઉપર લાગણી હોય એની કેર કરવાનું આપણને ગમતું હોય છે. ઘણી વખત આપણે આપણી ફરજ સમજીને પણ કોઈનું ધ્યાન રાખતાં હોઈએ છીએ. જેના પ્રત્યે સ્નેહ હોય એ ક્યાંય ગયા હોય તોપણ આપણે પૂછી લેશું કે, બરાબર પહોંચી ગયા? કોઈ તકલીફ તો નથી પડીને? બધું કમ્ફર્ટેબલ છે ને? કંઈ કામ નથીને? આપણને ખબર હોય કે એ પહોંચી વળે એમ છે તોપણ આપણે તેની ખબર પૂછી જોશું. કંઈક પ્રોબ્લેમ થશે તો સહુથી પહેલો મને ફોન કરશે, એની ખબર હોય તોપણ આપણે સામે ચાલીને ચેક કરીશું. આવું થવું સ્વાભાવિક છે. જેના પર સ્નેહ હોય એની ચિંતા થાય એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે. આમ છતાં એક હકીકત એ છે કે, હમદર્દીનો પણ અતિરેક ન થવો જોઈએ. ઘણી વાર માણસ એટલું બધું ધ્યાન રાખતો હોય છે કે સામા માણસને ગૂંગળામણ થવા લાગે.

આપણે આપણી અંગત વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઈ એમ ધેર ફોર યુ ઓલવેઝ. અડધી રાતે યાદ કરજે ને હું હાજર હોઈશ. સારી વાત છે આવું હોવું જોઈએ. જોકે, જ્યાં સુધી કોઈ સાદ ન પાડે ત્યાં સુધી હોકારો દેવાનો પણ કોઈ મતલબ હોતો નથી. વધારે પડતી કેર કરીને ઘણી વખત આપણે આપણી વ્યક્તિનું જ અહિત કરતાં હોઈએ છીએ. હું છું ને, હું કરી દઉં છું ને, તું ચિંતા ન કર. આવું કરીને આપણે તેને કંઈ કરવાની છૂટ કે મોકો જ આપતાં હોતા નથી. હમદર્દી અને સહાનુભૂતિની પણ એક મર્યાદા હોવી જોઈએ. કોઈને એટલા પેમ્પર ન કરો કે એ પાંગરી જ ન શકે! એને દોડવા દો, પડે ત્યારે જ એને ઊભા કરવા જાવ. બનવા જોગ છે કે એ ન પણ પડે.

ઘણા લોકો એટલા માટે કોઈના ઘરે જતાં હોતા નથી, કારણ કે એ ત્યાં પોતાની રીતે રહી શકતા નથી. જેના ઘરે ગયા હોય એ પાછળને પાછળ ફરતાં હોય છે. એની દાનત ધ્યાન રાખવાની હોય છે. આપણે કહીએ કે જરૂર હશે તો હું કહી દઈશ, તોપણ એ કેડો છોડતા નથી. દોસ્તી, પ્રેમ અને લાગણીમાં  મોકળાશ જરૂરી હોય છે. જરૂર પડે ત્યારે હાજર હોઈએ એ પ્રેમ છે, પણ જરૂર ન હોય ત્યારે ગેરહાજર રહેવું એ સમજણ છે.

'ના તારે આમ નથી રહેવું. હું બધી વ્યવસ્થા કરી આપું છું.' વધારે પડતો ઉત્સાહ બનાવીને આપણે ઘણી વાર આવું કહેતા હોઈએ છીએ. કોઈને ન ગમતું હોય, મદદ લેવી ન હોય, સહાનુભૂતિ ન મળતી હોય તોપણ આપણે આપણો કક્કો છોડતા નથી. આપણને યોગ્ય લાગે એમ જ કર્યા રાખીએ છીએ. સામેની વ્યક્તિને યોગ્ય લાગે એમ જ કર્યા રાખીએ છીએ. સામેની વ્યક્તિને યોગ્ય લાગે છે કે નહીં તેની પરવા પણ નથી કરતા. રાજકોટના કાટૂર્નિસ્ટ મિત્ર નીતિન ભટ્ટે હમણાં એક પંક્તિ મોકલી આપી. 'એમને અંધકાર માફક હતો અને અમે દીવો કરી બેઠાં!' દરેક વખતે અજવાળું જ ખપતું હોય એવું જરૂરી નથી. ક્યારેક અંધકાર પણ રૂડો લાગે છે. ક્યારેક એકલું રહેવું ગમતું હોય છે. પ્લીઝ લીવ મી અલોન કરી દીધા પછી પણ કોઈ ન છોડે ત્યારે ત્રાસ વર્તાતો હોય છે.

તમે તમારી ભૂમિકા જેટલી ભજવાની હોય એટલી જ ભજવો છો? એક કલાકારે સરસ વાત કહી હતી કે એક્ટિંગ યોગ્ય હોવી જોઈએ, ઓવર એક્ટિંગથી માણસ ઓળખાય જાય છે. હમદર્દી માટે પણ આ વાત એટલી જ લાગું પડે છે. ભૂમિકા ભજવવાની હોય ત્યારે જ મંચ  ઉપર આવવું અને ભૂમિકા પૂરી થાય એટલે મંચ છોડી દેવો એ જ સાચા વ્યક્તિની ઉમદા નિશાની છે. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે  નાની-નાની બાબતે  મતભેદ થતા. પત્નીના એક મિત્રને આ વાતની ખબર પડી. તેણે પોતાની ફ્રેન્ડને અમુક વાત સમજાવી. તું તારા પતિ સાથે આવું વર્તન કર. તારા સ્વભાવમાં થોડુંક પરિવર્તન કર. એ છોકરીએ મિત્રની સલાહ માનીને પોતાનામાં પરિવર્તનો કર્યા. તેનામાં પોઝિટિવ પરિવર્તન જોઈ પતિના વર્તનમાં પણ સુધારો થયો. પત્નીના મિત્રએ પછી પતિ સાથે પણ દોસ્તી કેળવી અને તેને પણ થોડાક સુધારા કરવા કહ્યું. બંને હવે સરસ રીતે રહેતા હતા. મિત્રની દાનત ઉમદા હતી. તે એવું જ ઇચ્છતો હતો કે તેની મિત્ર અને તેનો  પતિ ખૂબ સરસ રીતે રહે. પતિ-પત્ની વચ્ચે બધુ સરખું થઈ ગયું પછી પણ એ મિત્ર બંનેને સલાહો આપ્યા જ રાખતો. એક દિવસ પેલી છોકરીએ તેના મિત્રને કહ્યું કે, તારી લાગણી હું સમજું છું. તું અમારા બંનેનું ભલું ઇચ્છે છે એ પણ મને ખબર છે. આમ છતાં તને એક રિક્વેસ્ટ છે કે હવે તું વધુ પડતી ચિંતા ન કર. વધુ સલાહ ન આપ. તારી જરૂર પડશે તો હું તને ચોક્કસ કહીશ. હવે અમને અમારી રીતે રહેવા દે. અમને અમારી રીતે જીવવું છે. તારી રીતે નહીં.પાટા ઉપરથી ગાડી ઉતરી ગઈ હતી ત્યારે તે આવીને ગાડી પાટા પર ચડાવી દીધી, પણ હવે એને ધક્કા  મારવાનું છોડી દે.

કુદરતે દરેક વ્યક્તિને પોતાની લડાઈ લડવાની તાકાત આપેલી જ હોય છે. એના વતી લડાઈ કરવા નીકળવાની જરૂર નથી. હા, જરૂર પડે ત્યાં  ઢાલ બનો પણ એની લડાઈ એને જ લડવા દો. કોઈની લડાઈ લડીને આપણે ઘણી વખત એની શક્તિ જ છીનવતાં હોઈએ છીએ. પ્રોત્સાહન આપો પણ એને એની રીતે લડવા દો અને જીવવા દો. એક ફેમિલીની આ વાત છે. એક યુવાનનું નાની વયે અવસાન થયું. તેની પત્ની અને બે બાળકો હતાં. ફેમિલીને ચિંતા થઈ કે હવે તેનું શું થશે? બધાએ કહ્યું કે તું જરાયે ચિંતા ન કરતી. અમે બધા જ બેઠાં છીએ. સારી વાત છે. આવું ફેમિલી હોય ત્યારે મુશ્કેલીમાં મૂકાયેલ વ્યક્તિને ધરપત રહે છે.

થયું એવું કે પછી પરિવારજનો મરનાર યુવાનની પત્નીને રેઢી જ ન મૂક્તા. કોઈનેકોઈ તેની સાથે હોય. તેનું બહું જ ધ્યાન રાખે. આખી સ્થિતિ જોઈને એક વડીલે બધાને કહ્યું કે હવે એને એવી રીતે રહેવા દો. એની શક્તિને તમે કેમ ઓછી આંકો છો? એનામાં જે મૂળી છે એને બહાર આવવા દો. એ એના સંતાનોનું ધ્યાન રાખી શકે એટલી સક્ષમ છે. સારા-નરસાનું તેને ભાન છે. પતિની જગ્યાએ એને જોબ પણ મળી ગઈ છે. એના નિર્ણયો એને લેવા દો. એના વતી બધા જ નિર્ણયો તમારે કરવાની કંઈ જરૂર નથી. એને કામ પડશે તો એ કહેશે. તેને માત્ર ભરોસો આપો કે મુશ્કેલી પડશે તો અમે છીએ. એ મુશ્કેલીમાં જ છે એવું ન સમજો.

કોઈના હિતની એટલી બધી ચિંતા પણ ન કરો કે જાણે-અજાણે એનું અહિત થઈ જાય. દરેકની સુખની વ્યાખ્યા પોતાની હોય છે જે વ્યક્તિને પોતાની રીતે સુખી રહેતા આવડતું હોય એને એની રીતે રહેવા દેવી જોઈએ. એને દુ:ખી સમજીને આપણે ઘણી વખત એનું સુખ છીનવતા હોઈએ છીએ. સ્નેહ પણ સતામણી ન બની જાય એની તકેદારી રાખવી જોઈએ. પંખી પાંજરામાં સેઇફ હોય છે, પણ પાંજરામાં આકાશ હોતું નથી!

છેલ્લો સીન :
કોઈને તરસ લાગી હોય ત્યારે તેની તરસ છીપાય એટલું જ પાણી આપો, વધુ પડતું પાણી ક્યાંક એને ડૂબાડી ન દે!
-કેયુ

 ('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 09 ડિસેમ્બર 2015, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)

Sunday, 19 July 2015

તારે તો બસ તારું ધાર્યું જ કરવું છે!

તારે તો બસ તારું ધાર્યું જ કરવું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હમને ઇક શામ ચરાગોં સે સજા રક્ખી હૈ,
શર્ત લોગોં ને હવાઓં સે લગા રક્ખી હૈ,
તુમ હમે કત્લ તો કરને નહીં આયે લેકિન,
આસ્તીનોં મેં યે ક્યા ચીઝ છૂપા રક્ખી હૈ?
-નઝીર બનારસી.

માણસ એકલો રહી શકતો નથી. એકલતા માણસને પાગલ કરી દે છે. માણસને કોઈના સાથની જરૂર પડે જ છે. માણસને વાત કરવા માટે કોઈ જોઈતું હોય છે. વાત કરે, વાત સમજે અને વાત માને એવી વ્યક્તિ જિંદગીમાં હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે છે. દરેક વ્યક્તિ દરેક વખતે આપણી દરેક વાત માને એવું જરૂરી નથી અને એવું શક્ય પણ નથી. એટલે જ આપણ એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. એડજસ્ટમેન્ટ ન હોય તો અંતર વધી જાય. સંબંધો માટે સમાધાન કરવાં પડતાં હોય છે. માત્ર સંબંધો માટે જ નહીં, સમાધાન માટે સંવાદ જરૂરી છે. જે માણસ સંવાદ ન કરી શકે એ સમાધાન ન સાધી શકે.

દરેક માણસે પોતાનું ધાર્યું કરવું હોય છે. માત્ર ધાર્યું કરવું જ હોતું નથી, બીજા પાસે પણ પોતાનું ધાર્યું કરાવવું હોય છે. આપણી બધી જ વાત માને એ આપણને સારો માણસ લાગે છે. સામું બોલે, આર્ગ્યુમેન્ટ કરે અને પોતે શું માને એ કહે એટલે આપણે એવું માનવા લાગીએ છીએ કે એ આપણો વિરોધી છે. વિચારોની આઝાદી સૌથી વધુ સંબંધોમાં જરૂરી હોય છે.

એક પતિ-પત્ની હતાં. પતિ કંઈ પણ વાત કરે એટલે પત્ની ફટ દઈને હા પાડી દે. વાત સાચી હોય કે ખોટી હોય, પત્ની વાત પૂરી થાય એ પહેલાં જ કહી દે કે ઓકે. એક વખત પતિએ કહ્યું કે તું મારી દરેક વાતમાં હાએ હા પુરાવી દે છે. પત્નીએ કહ્યું હા, હું તારી દરેક વાતમાં હા જ પુરાવી દઉં છું, કારણ કે તું તારું ધાર્યું જ કરે છે. તારે એ જ કરવું હોય છે જે તું ઇચ્છે. હું પહેલાં તને મારા વિચાર કહેતી હતી. હું કહું એમ ક્યારેય થતું જ નહીં. આખરે મેં કંઈ કહેવાનું જ બંધ કરી દીધું. તને ઠીક લાગે એમ કર. પતિએ કહ્યું કે તું શું ઇચ્છે છે? હું જે ઇચ્છતો હતો કે હું જે ધારતો હતો એ મેં તને કન્વીન્સ કરવાના પ્રયત્નો કર્યા છે. તું કન્વીન્સ થઈ જાય છે. તું નેગેટિવલી કન્વીન્સ થાય છે. દિલથી નથી થતી. તને મારી વાત વાજબી ન લાગતી હોય તો તું મને તારી વાત કેમ કન્વીન્સ નથી કરતી? તું તો તરત હાર સ્વીકારી લે છે. ઘણી વખત આપણે હા પાડીને પણ હારી જ જતાં હોઈએ છીએ. મને ઘણી વખત ખબર હોય છે કે હું ખોટો છું, એ પણ ખબર હોય છે કે તને મારો નિર્ણય ગમ્યો નથી, છતાં તું હા પાડી દે છે. મારી પાસે મારી વાત સાચી હોવાનાં કારણો છે, એ કારણો હું તને કહું પણ છું. તને જો એ વાત સાચી ન લાગતી હોય તો તારે એનાં પણ કારણો તો આપવાં જોઈએને?

આપણે કારણો આપતાં નથી. કાં તો લાદી દઈએ છીએ અને કાં તો સ્વીકારી લઈએ છીએ. સ્વીકારમાં સંમતિની સાથે સહમતી પણ જોઈએ. હોડીમાં બેઠેલા બંને માણસ એક તરફ જ હલેસાં મારે તો જ હોડી આગળ વધે છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હલેસાં મારતાં રહે તો કદાચ હોડી ડૂબી ન જાય પણ આગળ વધતી તો અટકી જ જાય. ઘણા લોકોની લાઇફ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હોય છે. જિંદગી જિવાતી હોય છે, પણ જિંદગી આગળ વધતી નથી. આપણને એવું લાગે છે કે જિંદગીમાં કંઈક અટકી ગયું છે. બધું જાણે રોકાઈ ગયું છે. આવું લાગે ત્યારે મોટા ભાગે જિંદગી નહીં, આપણે અટકી ગયા હોઈએ છીએ.

માણસને આદેશ આપવો ગમે છે. હું ઓથિરિટી છું. હું સિનિયર છું. હું બોસ છું. હું ઘરનો મુખ્ય માણસ છું. હદ ત્યારે થાય છે જ્યારે માણસ પોતે એવું માનવા લાગે કે મને બધી ખબર પડે છે. બુદ્ધિ બધામાં હોય છે. આપણને આપણી બુદ્ધિ જ બેસ્ટ લાગતી હોય છે. આપણી બુદ્ધિ સાથે ઘણી વખત આપણે રિલેક્સેશન પણ કરતાં હોઈએ છીએ. બીજાની ઇચ્છા, બીજાના વિચારો અને બીજાની માન્યતાને સ્વીકારવાનું વલણ પણ રાખતાં હોઈએ છીએ. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ એની પત્નીને બહુ પ્રેમ કરતો હતો. એવું પણ સમજતો હતો કે બંને ખુશ હોય તો જ સંસાર સારી રીતે ચાલે. માણસ ઘણી વખત સંબંધોમાં પણ 'વ્યવસ્થા' ગોઠવી લેતો હોય છે. પતિ છ દિવસ પોતાનું ધાર્યું જ કરે અને રવિવારની રજા આવે એટલે પત્નીને પૂછે કે બોલ આજે શું કરવું છે? આજે મારે તારું ધાર્યું જ કરવું છે. તું કહે ત્યાં ફરવા જઈએ. તું કહે એ હોટલમાં જમવા જઈએ. પતિ પત્ની જે કહે એ માનતો પણ ખરો. પત્નીની ઇચ્છા પ્રેમથી પૂર્ણ કરતો. એક વખત પતિએ પૂછયું કે, હું તને સાચવું છુંને? તારું ધ્યાન રાખું છુંને? તને પ્રેમ કરું છુંને? પત્નીએ કહ્યું,ના. તું નિયમ મુજબ જીવે છે. તું તેં ગોઠવેલી વ્યવસ્થાને ફોલો કરે છે. પ્રેમ અને દાંપત્ય માટે પણ તેં તારા નિયમો બનાવી રાખ્યા છે.

એક દિવસ તું એમ જ કરે છે જેમ હું કહું છું. બાકીના દિવસો તું ઇચ્છે એમ જ કરે છે. એવા દિવસો કેટલા હોય છે જ્યારે આપણે બંને ઇચ્છતાં હોઈએ એ રીતે જિવાતા હોય છે? વાત તારી મરજી કે વાત મારી મરજીની નથી, વાત આપણી મરજીની છે. રવિવારે તારે શું કરવું છે એ કેમ નથી કહેતો? તારે ક્યાં ફરવા જવું છે? અથવા તો મને ક્યાં ફરવા લઈ જવી છે? મારે તો ત્યાં જવું હોય છે જ્યાં તારે માને લઈ જવી હોય છે. બાકીના દિવસોમાં તું કંઈ પૂછતો નથી, તું કંઈ કહેતો નથી. તું કહે એમ હું કરતી રહું છું અને હું કહું એમ તું કરતો રહે છે. આ જ દાંપત્ય છે? આવું કરીને તો આપણે વિવાદ ટાળતાં હોઈએ અને વિચાર રૃંધતા હોઈએ એવું લાગે છે. આપણે સાતેય દિવસ સરખા ન કરી શકીએ?

આપણું ધાર્યું કરીને ઘણી વખત આપણે આપણાં જ બંધનમાંથી છૂટી શકતા નથી. એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને બધા સાથે મળીને પ્લાનિંગ કરે તેમાં ફર્ક હોય છે. મારા ઘરમાં તો મારું જ ધાર્યું થાય એવું ઘણા લોકો કહેતા હોય છે. હકીકતે ધાર્યું થતું હોતું નથી, ધાર્તું કરાવાતું હોય છે. ઘરને ડેકોરેટ કરતી વખતે ખૂણાના ભાગ પાડી શકાતા નથી. આ ખૂણામાં તને ગમે એમ ગોઠવ અને આ ખૂણામાં મને ગમે એમ ગોઠવીશ. એમ ગોઠવાય તો ખૂણા સુંદર દેખાતા હશે તોપણ જુદા જુદા હશે. ઘરનું સૌંદર્ય તો બંનેનું ધાર્યું થતું હોય તો જ નિખરે છે. દાંપત્યમાં ડર, ડંખ કે દર્દ ન હોય તો જ પ્રેમ પાંગરતો રહે છે.

છેલ્લો સીન :
આપણે આપણું જ ધાર્યું કરાવતાં હોઈએ ત્યારે આપણે એવું ઘણું બધું પ્રાપ્ત કરી શકતા નથી જે આપણે ક્યારેય ધાર્યું જ ન હોય! -કેયુ.

('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 19 જુલાઇ, 2015. રવિવાર. 'ચિંતનની પળે'
કોલમ)

Thanking You Sir/Madam

From
Rakeshkumar Rajput
JE/PWAY/LKZ
Western Railway -Ahmedabad Division
Mo.No    +91-9714002191(Rly.CUG)
Reply If any 
jepwaylkz@gmail.com

sent from My iOS

Wednesday, 11 March 2015

Need of Right Person

Sometimes you have to try not to care, no matter how much you do because sometimes you can mean almost nothing to someone who means so much to you. It’s not pride it’s self-respect. Don’t expect to see positive changes in your life if you surround yourself with negative people. Don’t give part- time people a full-time position in your life. Know your value and what you have to offer, and never settle for anything less than what you deserve.~Rishi Rajput

Thanking you sir/Madam

Rakeshkumar Rajput



Sent from iOS

Friday, 6 March 2015

How To Make A Long Distance Relationship Work

However, it doesn’t mean it is impossible to make a long distance relationship work – of course it can. Here are few tips to help you handle your long distance relationship and get the best out of it.

1). Trust
The most important factor that must exist between you two is Trust. Yes, I understand that it’s a difficult thing to do because you have no idea what goes on over there but you also have to understand that a long distance relationship can never work without trust.

Try your best to avoid temptations and put in the same effort to remain faithful. Don’t intentionally put yourself where you can possibly get tempted. Assure your partner that there’s absolutely nothing to worry about.

Avoid putting pressure on your partner when you have no idea what they’re doing. Give them a little space, it won’t harm you instead, it will keep things calm.

2). Communicate Frequently
This is another key to a successful long distance relationship. Communicate daily if possible. Forget what happens in the world and talk more about yourselves. Even when you don’t have sufficient call credits, a text message won’t harm. Don’t forget the magic words, “I love you” each time you communicate. It helps. Remember, whenever you forget to keep in touch, always make up for it whenever you communicate.

3). Have Patience
You signed up for this. So, you need to wait. Have patience and always be positive.

4). Visit Often – When Possible
Are you the type who’s very busy with work? Yes, your partner might understand that but dear, you do need to make out time for a visit. At least, to make them feel what you have is real, not a blind relationship. Whenever you visit, try to spend every second on important and romantic things. Don’t waste the time because it doesn’t come always.

5). Make Sacrifices
Love requires sacrifices. Whenever you’re alone, there will be lots of temptations and things that would want to make you give up but please, don’t give up. You have to wait and believe. This is part of the major sacrifices you’ll make. Always believe and hope that the lonely times will someday end and good times will come.

6). Support Each Other
That you’re apart doesn’t mean you can’t support each other. Always make it possible for your partner to contact you whenever s/he is in trouble. Whenever they’re in trouble but can’t reach you, they begin to believe you’re of no use thereby, wanting out of the relationship. Financial, moral and emotional supports also proves you care.

7). Don’t Listen To Haters
Don’t just involve third parties in your affair when there’s no reason for that. Most of them are haters. They would try all they can to destroy your relationship and you’ll only give room for that by listening to them.

A friend of mine who keeps a long distance relationship once asked me, “Kay, my best friend advised me to ditch my man over a fight we had on the phone, what do I do”?

The first question I asked her was, “Is she keeping a long distance or traditional relationship?” and the answer was “Traditional.”

How can you you seek advise from someone who isn’t in a long distance relationship? Of course they’ll mislead you. They’re having a different experience from yours and their doubts may not reflect your present predicament. Try to handle your issues wisely. If you must seek advise, evaluate the person before proceeding. Remember, haters are everywhere.

feedback on
rajmcprojects@gmail.com

Wednesday, 25 February 2015

15 reasons why chocolates is better than to falling in love


Love is a wonderful feeling. Falling in love makes one happy, makes life beautiful. But it also brings a lot of problems in its wake. There's the pressure of being a perfect lover, of not messing it up. And some of us don't want to sign up for it. Lo and behold! Chocolate comes to the rescue.

Falling for chocolate comes naturally to most of us. Chocolate doesn't know how to be demanding, moody or dishonest which makes it so natural for us to love it. Here are fifteen reasons that show why falling for chocolate is better than falling in love:

1. You know chocolate will always be tall, dark and handsome!

2. It's not fake and sugary. It's genuinely sweet.
Not to sweep you off your feet. It's just honestly sweet and not overtly so.

3. They say all the good men/girls are already taken. Thankfully there are still many many charming chocolates to pick from!

4. Chocolate may make you fat, but it will NEVER EVER EVER call you FAT.

5. Neither will chocolate ask you that tricky question: "Am I looking fat?"
Chocolate knows exactly how fat it is and in fact carries the information printed on its clothes for all to see.

6. Chocolate is unpretentious. All that is promised outside lies inside. You can't say that about love now, can you?

7. Chocolate is always impeccably dressed...

8. ... but you need not dress up for chocolate.

9. Chocolate will never have any mood swings.
So you won't have any of those pointless fights which are a part and parcel of regular relationships.

10. On the other hand, chocolate will soothe you when you experience too many mood swings.
Because it contains MAGIC!

11. Love demands loyalty, while chocolate sets you free. Because, you can flirt with as many chocolates as you want.

12. Your love may not be as intense as you want it to be, but chocolate always is.
Look at that luscious temptation and say it isn't love at first sight!

13. It smells heavenly all the time!
And consistently.

14. People in love grow tired of each other. But chocolate you can only love more with every passing moment.


15. It's hard to understand what love is, but chocolate understands you and gives you what you need.
Effortlessly!

Thanking you

from
Rakesh Rajput


sending from IOS